આવ્યો જગમાં લઈ તનડું, કર્મોનો હકદાર બનીને, પ્રભુનો વારસદાર બનીને
માતૃપક્ષે છે તારા કર્મોની છાયા, પિતૃપક્ષે તો છે પ્રભુનો તો વારસો
પડશે જગમાં જીવવું, બંને પક્ષોની સમજદારીથી તો ફરજ બજાવીને
હોય જ્યાં જરા આ ઓછું, જાગી જાય જીવનમાં તનડાંની કાયાની માયા
સુખદુઃખના તો ઊઠશે જીવનમાં પરપોટા, કરી દુર્લભ પરપોટા એને સમજીને
આ જીવનમાં ના મળીશ જો તું પ્રભુને, રહી જાશે ખટકો એનો તારા હૈયાંમાં
પ્રભુતણા પ્રેમનો, જલાવીને દીવડો હૈયાંમાં, કાપજે એમાં સંસારનો તો રસ્તો
જીવનનો કાપજે તું રસ્તો, ભક્તિ અને કર્તવ્યનો તો મેળ જાળવીને
આવશે જીવનમાં તો તોફાનો, જોજે ઓલવાયના ભક્તિનો દીવડો
જલતો રહેશે ભક્તિનો દીવડો ઝગમગતો, બનશે સહેલો એમાં રસ્તો
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)