નથી કાંઈ ફરિયાદ એમાં તો મારી, નથી કાંઈ નિરાશાઓની સૂરાવલી
છે જગમાં એ તો જીવનની ને જીવનની તો હકીકત તો મારી
જીવી રહ્યો છું તો જીવન, હૈયાંમાં આશાઓ ભરી ભરી તો ભારી
રાખી ના શક્યો કાબૂ એના પર તો જીવનમાં, રહી ગઈ કંઈક અધૂરી
નથી જાણતો કર્યું કેટલું સારું જીવનમાં, કર્યું કેટલું તો સમજદારીથી
પ્રભુ પ્રેમની બંસરીમાં હલ્યું ના હૈયું, ઘેરાયું હતું જ્યાં માયાની નોબતથી
જોઈતું હતું જીવનમાં મને તો બધું, સમજ્યો ના ગણાઈશ એમાં લાભથી
સુખદુઃખના તડકા છાયા નીચે, રહ્યો હતો જગમાં, સંસારનો મારગ કાપી
મારીને મારી વૃત્તિઓ, નાંખતી રહી અવરોધો, શક્યો ના એને તો જાણી
નથી આ ફરિયાદ મારી, નથી નિરાશાની સૂરાવલી છે એ હકીકત મારી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)