ડગલે ને પગલે માડી, મુસીબતો ખૂબ આવતી
આવીને હૈયામાં યાદ સદા તારી જગાવી રાખતી
મનડું મારું મેલું રહ્યું, હૈયે નિર્મળતા ના આવતી
તારાં દર્શનની આશા માડી, સદા દૂર-દૂર રાખતી
પ્રેમનો પ્યાલો ધરી `મા', પ્યાસ મારી વધારી રાખતી
પ્યાલો પીવરાવી `મા', એ કેમ બુઝાવી નથી નાખતી
પ્યાસો ને પ્યાસો રાખી, મુસીબતો વધતી જાતી
હૈયું છે કાચું મારું `મા', વધારે ચકાસી ના નાખતી
દર્શનના કાચા તાંતણે છે લટક્યું, એને તોડી ના નાખતી
માયામાં વધુ અટવાવી, મિલનને રૂંધી ના નાખતી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)