દર્દે દર્દે દૃષ્ટિ તો જેણે બદલી, નવું દર્દ ઊભું એ કરી ગઈ
હતી શાંતિ હૈયાંમાં તો જે, એના, એ શાંતિને તો એ હરી ગઈ
રાખી ના દરકાર જીવનને સમજવાની, સમજ વિનાનું જીવન એ જીવી ગઈ
ઉગાડયા પુષ્પો પ્રેમના જેણે હૈયાંમાં, જીવનની વાડી હરિયાળી બનાવી ગઈ
દર્દ કરી ના શક્યું જ્યાં હૈયું, આંસુઓથી હૈયાંની ક્યારી ભીની થઈ
દર્દે દર્દનું રટણ કર્યા કર્યું જેણે, જીવનમાં દર્દી એને બનાવી ગઈ
દર્દને ગણ્યું શિક્ષણપોથી જીવનમાં, જેણે જીવન એનું એ સુધારી ગઈ
દર્દ ને દર્દમાં ડૂબી રહ્યાં જે જીવનમાં, જીવન એનું એ દર્દમય બનાવી ગઈ
જોઈતી હતી શાંતિ તો જીવનમાં, દુઃખની દર્દની દુનિયા ઊભી કરી ગઈ
વખાણવા જેવી નથી દર્દની દુનિયા, દર્દ ઊભી તો જે કરી ગઈ
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)