આવે જો દિલમાં તારી જો યાદ મારી, જીત એને પ્યારની ગણીશ
સ્વપ્નામાં પણ આવે ના યાદ જો મારી, હાર એને મારી ગણીશ
સુખમાં પણ ના ભુલાય તું, જીવનમાં બાજી હું એવી ખેલીશ
સતાવે યાદો જો દુઃખમાં, જીવનમાં જીવનમાંથી દુઃખને દૂર કરીશ
યાદે યાદે તારી વહાવી આંસુઓ, તલાવડી એની હું તો ભરીશ
પ્રભુ દિલમાં આવે યાદ તારા વિનાની, બીજી યાદોને તો શું કરીશ
યાદેયાદોના તો બાંધીને તો સેતું એના, તારી પાસે તો પહોંચીશ
તારી યાદોમાં ઓતપ્રોત એવો થયો, તારી યાદ વિના કેમ જીવીશ
તારી યાદ વિના લાગે જગ સૂનું, એ શૂનકારને જીવનમાં કેમ જીરવીશ
યાદેયાદો તારી આવે જ્યાં હૈયાંમાં, હૈયાંમાં એ યાદોનો પ્રાણ પૂરીશ
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)