પ્રેમરસ હૈયે ભરીને તું, પી અને પીવડાવ
કચરો તારા હૈયાનો તું, કાઢી અને કઢાવ
સંસારની જંજાળ હૈયેથી તું, છોડ અને છોડાવ
ચિત્ત `મા' ના ચરણમાં તું, લગાડી અને લગાવ
વૃત્તિ તારી `મા' માં જોડી, તું જોડજે અને જોડાવ
હૈયાની પ્યાસ તારી, બુઝાવી અને બુઝાવ
કરુણાસાગરમાં સદા નાહી, નાહી અને નવરાવ
એની મનમોહક મૂર્તિ હૈયે, તું સમાવી અને સમાવ
દુઃખિયાના દર્દને હૈયેથી તું, સમજી અને સમજાવ
પ્રેમરસની સદા લહાણી કરી, તું પી અને પીવડાવ
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)