માનવ મનના રે, ઊંડાણ તો અગાધ ઊંડા છે
ઊતર્યા ઊંડા જે એમાં, પતા ના એના મળ્યા છે
ઊતરતા ઊંડે એમાં, નિતનવા મોતી એમાં મળ્યા છે
છૂટાછવાયા યત્નોથી ના હાથ એ તો આવ્યા છે
કર્યા સઘન યત્નો જેણે રહસ્યો થોડા એ પામ્યા છે
બન્યા તો જે દાસ એના, છીછરા જળમાં એ રમ્યા છે
બનાવી મનને તો જેણે દાસી, જીવન જળ એ પામ્યા છે
ઊતરતા પ્રથમ તો એમાં, કાદવ કીચડ હાથ આવ્યા છે
ગયા ઊતરતા ઊંડે ને ઊંડે, નોતર્યા જળ એ પામ્યા છે
આકાર વિનાના મને, હરેક આકાર એણે ધર્યા છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)