રહેવું છે હર હાલમાં તો ખુશીમાં, જિંદગી જ્યાં અમારી છે
જીવવી જિંદગી તો કઈ રીતે, ખુશી એ તો તમારી છે
શ્વાસેશ્વાસની તે છે બનેલી, શ્વાસેશ્વાસની તો એ કહાની છે
પ્રેમ વિના તો નથી વિતાવવી, પ્રેમથી તો જ્યાં એ ભરેલી છે
નથી દુઃખથી એને તો રંગાવી, બાજી જ્યાં સુખની લગાવવી છે
જગમાં તો છે, એ દોલત તો તારી, ના વ્યર્થ એને તો ગુમાવવી છે
જીવીએ છીએ જગમાં તો જીવન, શક્તિ એ તો તમારી છે
પામ્યા છીએ દુઃખદર્દ જીવનમાં, કર્મની ગતિ એ તો અમારી છે
મળ્યા નથી જીવનમાં દર્શન તમારા, પુણ્યની ખોટ એ અમારી છે
પામશું દર્શન તમારા તો જીવનમાં, આશા એ તો અમારી છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)