જરૂરત તો છે, જગમાં તો સહુને, સહુના દિલ તો જાણવાની
પડશે કરવું પરાક્રમ તો જીવનમાં, કોઈનું દિલ તો જીતવાની
છોડજે ના આ વાત સમય પર, પાડી સમયેજ ફરજ જ્યાં ઘા ઝીલવાની
ભુલાવ્યા ઘા ઘણા ભલે સમયે, ઘા પછીની મલમપટ્ટી ના કામની
ઊતરી નથી વાત જે હૈયે, નજર નથી કાંઈ એને તો દોહરાવવાની
પડી ગઈ આદત હૈયાંને દર્દ ઝીલવાની, નજર એમાં તો તંગ રહેવાની
પડશે જીવનમાં ક્ષણે ક્ષણે જાણવા સહુને, છે જરૂર આદત પાડવાની
ક્ષણે ક્ષણે જાગે દુઃખ તો દિલમાં, છે જરૂરત તો દૂર એને કરવાની
કરજે કોશિશ જીવનમાં, ભર્યા ભર્યા જગમાં લાગે ના ઊણપ કોઈ વાતની
જાણ્યા જીવનમાં સાચી રીતે સહુને, તકલીફ જીવનમાં ત્યાં ઓછી પડવાની
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)