હળીમળી જીવવું હતું જગમાં માડી, સ્વભાવનું ઓસડ ના મળ્યું મને
કરવું હતું જીવનમાં મારે જે જે, સાથ ભાવનો તો ના મળ્યો મને
સમજવું હતું તો જીવન જગમાં તો મારે, સમજાયું તો ના જીવન મને
લેવું હતું મનને કાબૂમાં જીવનમાં મારે, ખેંચી ગયું એ જ્યાં ત્યાં મને
લાચારીના રહ્યો કરતો પ્રદર્શન જીવનમાં, જ્યાં શક્તિશાળી બનવું હતું મારે
તૂટયો જીવનમાં, ના વળ છૂટયો, હાલત આવી, કહેવી કોને તો મારે
સ્વભાવે રસ્તા રોક્યા જીવનમાં મારા, કાઢવો રસ્તો કેમ કરીને મારે
જરૂરિયતે જરૂરિયતે જાગી, હળી મળી જીવન જીવવું, સમજાયું ત્યારે મને
હળી મળી જીવ્યા જીવનને જ્યાં, મળી પ્રેમની પ્યાલી જીવનની પીવા મને
થઈ ગઈ દૂર હૈયાંની જ્યાં શંકાઓ, પ્રેમના પૂરમાં તાણી ગઈ એ મને
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)