કોણ એમાં તો કહી શકશે, કોણ એમાં તો કહી શકશે
લગાવી છે બાજી સહુએ જગમાં, કોણ એમાં જીતશે, કોણ એમાં હારશે
સુખદુઃખની ભરતી ઓટ આવશે સહુના જીવનમાં, આવશે એ ક્યારે
આવશે તોફાનો સહુના જીવનમાં, કોણ એમાં તૂટી જાશે, કોણ ઊભું રહેશે
ભાગ્ય નચાવે સહુને જીવનમાં, કોણ એમાં ડૂબશે, કોણ એમા તરશે
જાગે કોઈને કોઈ ઇચ્છા સહુના જીવનમાં, કઈ થાશે પૂરી કઈ અધૂરી રહી જાશે
લાગી આગ હૈયાંમાં બંનેના બરાબર પરિણામ તો એ તો શું લાવશે
જગમાં સંબંધો તો રહ્યાં બંધાતા, ક્યારે જીવનમાં એ તો તૂટશે
અકારણ તો દુઃખ જાગ્યું હૈયાંમાં જીવનમાં, ક્યાં સુધી એ તો ટકશે
જન્મોજનમ રહ્યાં છે લેતા સહુ જગમાં, ક્યારે એ તો અટકશે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)