જે ચીજ પચે નહીં જીવનમાં, અપચો તો એનો થાય છે
દર્દ એનું એ તો જીવનમાં, એ તો દઈ જાય છે, એ તો દઈ જાય છે
પચ્યું ના અપમાન તો જે જીવનમાં
અપચો એનો તો થાય છે, મનમાં વેરનું દર્દ ઊભું એ કરી જાય છે
પચે જો ના ક્રોધ જીવનમાં તો
અપચો તો એનો થાય છે, દર્દ તકલીફોનું સંબંધોમાં ઊભું કરી જાય છે
બન્યા ઇર્ષ્યાના ભોગ તો જે જીવનમાં
અપચો થયો હૈયાંમાં એનો અશાંતિનું દર્દ એ તો દઈ જાય છે
પચી ના શંકા તો જ્યાં જીવનમાં
થયો અપચો એનો જ્યાં હૈયાંમાં, હરિયાળા જીવનને વેરાના કરી જાય છે
પચ્યો ના પરિશ્રમ જેને જીવનમાં
થયો અપચો પરિશ્રમનો, દર્દ આળસનું જીવનમાં એ તો દઈ જાય છે
પચ્યું ના માન જેને જીવનમાં
થયો અપચો માનનો જેને, દર્દ અહંનું એ તો દઈ જાય છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)