મુખ પરની રૂદનની રેખાઓ ને એની ભીની ભીની આંખો
કહી જાતી હતી એ તો, છે ભરેલી હૈયાંમાં એના કંઈક વ્યથાઓ
હતી ખોવાયેલી તો એ આંખો, નથી જગ સાથે તો જાણે કોઈ નાતો
કહી જાય છે એ આંખો, ચાહી રહી છે, ગગન ગોળાનો અગમ્ય સથવારો
વાક્યે વાક્યે પ્રગટ થતા હતા વિષાદના સૂરો, હતો છુપાયેલો હૈયાંનો ડૂમો
જાણે નીકળી રહ્યો હતો, મુખ દ્વારા હૈયાંના તો દુઃખનો ઊભરો
હતી નિસ્તેજ એવી આંખો ઊંચકી રહી હતી જાણે આ દુઃખના ભારો
ચાહતી હતી જીવનમાં જાણે એ તો કોઈ હાથ પ્રેમભર્યો હૂંફાળો
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)