કરી કરી ચિંતાઓ જીવનમાં, દિલને આરામ દીધો નહીં, મનને આરામ મળ્યો નહીં
ઇચ્છાઓ વધારી, કર્યા બુરા હાલ જીવનમાં, દિલને આરામ દીધો નહીં, મનને આરામ મળ્યો નહીં
વેરના કરીને વિચારો જીવનમાં, દિલને આરામ દીધો નહીં, મનને આરામ મળ્યો નહીં
વાતે વાતે લગાવી ખોટું હૈયાંમાં, દિલને આરામ દીધો નહીં, મનને આરામ મળ્યો નહીં
રચી રંગીન સપનાઓ જીવનમાં, દિલને આરામ દીધો નહીં, મનને આરામ મળ્યો નહીં
ક્ષણે ક્ષણો વિતાવી તો ઇંતેજારીમાં, દિલને આરામ દીધો નહીં, મનને આરામ મળ્યો નહીં
સુખદુઃખને દઈ અતિ મહત્ત્વ જીવનમાં, દિલને આરામ દીધો નહીં, મનને આરામ મળ્યો નહીં
રડી રડી વિતાવ્યા રાત ને દિન જીવનમાં, દિલને આરામ દીધો નહીં, મનને આરામ મળ્યો નહીં
કર્યા ના બંધ, દિલને મનના વ્યાપાર જીવનમાં, દિલને આરામ દીધો નહીં, મનને આરામ મળ્યો નહીં
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)