આસપાસ ને અંતરમાં, છે પ્રભુનો તો આનંદનો ભંડાર
મેળવાય એટલો મેળવી લે, લૂંટાય એટલો લૂંટી લે છે એ તો તારે હાથ
લૂંટવામાં ને મેળવવામાં ના કંજૂસાઈ કરજે, ખૂટશે ના એનો ભંડાર
કોણ લૂંટે છે, લૂંટે છે કેટલો, રાખશે ના પ્રભુ તો એનો હિસાબ
ભંડાર છે ખુલ્લો, લેવો છે તારે, મેળવવા છે કેટલો તું તૈયાર
ભર્યા ભર્યા એના આનંદના ભંડારની વચ્ચે, રહે છે શાને ઉદાસ
છે જીવનમાં એક એ આનંદનો સાગર, મળશે ના કોઈ એનો પર્યાય
વિતાવી વિતાવી જીવન તો ઊલટું, દીધો બનાવી હૈયાંને દુઃખોનો ભંડાર
કાઢે છે દોષ શાને ભાગ્યનો, જીવનમાં તો રહી રહીને આનંદમાં કંગાલ
રહેવું છે આનંદમાં, કર વિચાર આનંદના, વિચાર બીજા કાઢી નાંખ
રહેવું છે હર પરિસ્થિતિમાં, હર સમયે આનંદમાં આ વિચાર રાખ
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)