Hymn No. 296 | Date: 23-Dec-1985
|
|
Text Size |
 |
 |
નયન મનોહર મૂર્તિ તારી, સ્વીકારજે વિનંતી મારી લોકો આવી વંદન કરતા, તારી પાસે આવે જગ સારી વિવિધ ભાવો, ભરી અરજ કરતા, મૂકે સર્વે પાસે તારી દર્દભરી વિનંતી મૂકી છે, સ્વીકારજે આ અરજ મારી સદા અટવાયો છું, માયામાં ભટક્યો, યુગોથી બહુ ભારી મદથી ભરેલાં હૈયાથી ટાળી છે સર્વે વાતો સારી દયા ધરમથી દૂર હટીને, બાંધી છે પાપની ગઠડી ભારી દર્દભરી વિનંતી મૂકી છે, સ્વીકારજે એ અરજ મારી કંઈક હસતાને રડાવીને, હસતા રહેવાનો પ્રયાસ કર્યો માડી હસતા મારા હૈયામાંથી, રૂદનના સૂરો નીકળ્યા ભારી અહીં તહીં ફર્યો બહુ, ફર્યો હું દુનિયા સારી હૈયામાંથી કલેશ કઢાવી, પ્રેમથી ભરજે હૈયું માડી નિશદિન તારું નામ રટું, એવી કૃપા કરજે ભારી સકળ સૃષ્ટિમાં રૂપ તારું નિહાળું, એવી દૃષ્ટિ દેજે સારી દર્દભરી વિનંતી મૂકી છે, સ્વીકારજે એ અરજ મારી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
|
|