Hymn No. 7864 | Date: 13-Feb-1999
|
|
Text Size |
 |
 |
1999-02-13
1999-02-13
1999-02-13
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=17851
શીખ્યા ઊલટું તો જીવનમાં, જીવનમાંથી સાચું ના શીખ્યા
શીખ્યા ઊલટું તો જીવનમાં, જીવનમાંથી સાચું ના શીખ્યા હૈયાંમાં અકારણ વેર જગાવતા શીખ્યા, માફી આપતા ના શીખ્યા જીવનમાં અન્યની ઇર્ષ્યા કરતા શીખ્યા, કદર કરતા ના શીખ્યા અવગુણોની લીલા આચરતા શીખ્યા, સદગુણો અપનાવવા ના શીખ્યા શેખી ને બડાશ હાંકતા શીખ્યા, વાસ્તવિક્તામાં જીવતા ના શીખ્યા લડતા ઝઘડતા જીવનમાં શીખ્યા, જીવનમાં સંપીને રહેવું ના શીખ્યા દુઃખ લગાડતાં જીવનમાં શીખ્યા, જીવનમાં સુખે રહેવું ના શીખ્યા જીવનમાં હૈયું બાળતા તો શીખ્યા, જીવનમાં આનંદમાં રહેતા ના શીખ્યા ઇચ્છા વધારતા તો શીખ્યા, જીવનમાં ઇચ્છાઓ ત્યજતા ના શીખ્યા જીવનમાં વિચલિત થાતાં શીખ્યા, સ્થિર રહેવું જીવનમાં ના શીખ્યા વિશ્વાસ ગુમાવતા જલદી શીખ્યા, વિશ્વાસમાં તરતાં ના શીખ્યા
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
shikhya ulatum to jivanamam, jivanamanthi saachu na shikhya
haiyammam akarana ver jagavata shikhya, maaphi apata na shikhya
jivanamam anya ni irshya karta shikhya, kadara karta na shikhya
avagunoni lila acharata shikhya, sadaguno apanavava na shikhya
shekhi ne badaash hankata shikhya, vastaviktamam jivata na shikhya
ladata jaghadata jivanamam shikhya, jivanamam sampine rahevu na shikhya
dukh lagadatam jivanamam shikhya, jivanamam sukhe rahevu na shikhya
jivanamam haiyu balata to shikhya, jivanamam aanand maa raheta na shikhya
ichchha vadharata to shikhya, jivanamam ichchhao tyajata na shikhya
jivanamam vichalita thata shikhya, sthir rahevu jivanamam na shikhya
vishvas gumavata jaladi shikhya, vishvasamam taratam na shikhya
|
|