પ્રસંગોના વ્હાણા વાયા જીવનમાં, દિલને દર્દ એ તો દઈ ગયું
કંઈક દર્દ હતા મીઠા, કંઈક દર્દ, દિલને તો ડામાડોળ કરી ગયું
સ્મૃતિએ સ્મૃતિ એની, દિલને તો, ધ્રુજાવી એ તો દઈ ગયું
જતન કરીને જાળવ્યું એને કંઈક સ્મૃતિમાં, તો એ ખોવાઈ ગયું
કંઈક સ્મૃતિઓ મુખ પર એના ભાવની રેખાઓ અંકિત કરી ગયું
કંઈક સ્મૃતિઓએ માર્યા ધક્કા જીવનને એવા, જીવન એમાં બદલાઈ ગયું
કરતા યાદ પ્રસંગોને, દિલનું દર્દ આંખોથી આંસુ વહાવી ગયું
માર્યા કંઈક પ્રસંગોએ ઘા જીવનને એવા, જીવનને ગતિ દઈ ગયું
સાગર સમ રાખી હૈયું જીવ્યા જગમાં, ખારાશ જીવનની પચાવતું ગયું
માર્યા વલખા જીવને જગમાં ઘણા, પ્રસંગોને અનુરૂપ બનતું ગયું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)