સાથનો તો લઈને સથવારો, ખોટું તો કાંઈ ઊજળું બનશે નહીં
થાશે ઢાંકપિછોડો ક્યાં સુધી, પ્રકાશમાં આવ્યા વિના રહેશે નહીં
ખોટું એ તો ખોટું રહેશે, એક દિવસ સમજાયા વિના એ રહેશે નહીં
કહેશે પ્રેમથી જો ખોટું, ખોટું કાંઈ એથી તો સાચું બની જાશે નહીં
પ્રેમથી કહો કે ક્રોધથી કહો, ખોટું એ તો સાચું તો બનશે નહીં
ખોટું ને સાચું રહી ના શકે સાથે, દિવસ ને રાત તો યાદ આવ્યા વિના રહેશે નહીં
ખોટું એ તો ખોટું રહેશે જીવનમાં, સાથનો પ્રકાશ એ આપી શકશે નહીં
સાચાને ખોટું કહેવાથી, કાંઈ સાચાનો પ્રકાશ ઢાંકી તો શકાશે નહીં
સાચાને ખોટાનો સંઘર્ષ ચાલી રહ્યો છે જીવનમાં, એ અટકશે નહીં
માયા છે ખોટી, પ્રભુ તો છે સાચા, જીવન એમાં વીત્યા વિના રહેશે નહીં
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)