એક તો હતો ત્યાં તો હું, એક તો હતો ત્યાં તું, હતું ના ત્યાં બીજું કોઈ
જોઈ રહ્યું હતું વાટ ત્યાં કોની તું હૈયું, કોની રાહ રહ્યું હતું તું જોઈ
મળ્યા ના મળ્યા જેવી તો મુલાકાત, એમાં તો ત્યાં તો થઈ
એક બીજાના મનમાં હતું ત્યાં તો પરોવાવું, વાત અધૂરી એ તો રહી ગઈ
ના હતું ત્યાં તો કાંઈ બોલવું, ભાવોમાં હતું રમવું, રમત અધૂરી રહી
કરી હતી તૈયારી કાંઈક વાતો કહેવાની, વાતો એ તો હૈયાંમાં ને હૈયાંમાં રહી ગઈ
આંખો મળી ના મળી આંખો સાથે, આંખો તો આંખોમાં પરોવાઈ ગઈ
એક લાવ્યું હતું હૈયું સાથે, બીજાનું તો હૈયું રહ્યું હતું રાહ શાની તો જોઈ
બોલ્યા ના એકબીજા એકબીજા સાથે, રહ્યાં એક બીજાને ટગર ટગર જોઈ
આવ્યું હતું એક હૈયું ઉમંગો ભરી લાવ્યું હતું, બીજું હૈયું ચિંતાનો ભાર લઈ
મળ્યા ના મળ્યા જેવી તો મુલાકાત, એમાં તો ત્યાં તો થઈ ગઈ
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)