રાધાભાવમાં મને રહેવા દેજે, તારા પ્રેમમાં મને પીગળવા દેજે
મારા વ્હાલા શામળિયા, તારા નચાવ્યા નાચમાં નાચવા દેજે
ભૂલવું છે જગ મારે, મારા ચિત્તને તારામાં સ્થિર રહેવા દેજે
હસતા હસતા વીતે જીવન, તારા પ્રેમમાં મસ્ત મને બનવા દેજે
કરું પૂજન તારું, ભૂલું જગ સારું, તારામાં એક મને થાવા દેજે
મન નિત્ય રમે રાસ તારા સંગે, આશિષ હૈયાંના મને એવા દેજે
હાજરી તારી હૈયેથી ઝંખું, દિલમાં તારા મને નિત્ય રહેવા દેજે
કરૂણાકારી કાનુડા વ્હાલા, નિત્ય નામ તારું, હૈયેથી રટવા દેજે
જગ કેવું છે જાણવું નથી મારે, તારા દિલમાં મને રહેવા દેજે
મારું જગ તો છે તું, મારું ચિત્ત તો છે તું, તારામાં મને સમાવા દેજે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)