કર્યા કામો જીવનમાં તો વગર વિચારે બુદ્ધિને બેવફાઈ કરીને
શંકાથી રગદોળી નાખ્યું જીવન,શ્રદ્ધાને બેવફાઈ તો કરી કરીને
ચૂક્યો પગથિયાં ડગલે ને પગલે જીવનમાં, ધ્યાનને બેવફાઈ તો કરીને
દુઃખોને દુઃખોમાં વિતાવ્યું તો જીવન, સમજદારીને બેવફાઈ કરીને
અશાંતને અશાંત બનાવી દીધું જીવનને, સંતોષને બેવફાઈ કરીને
ગુમાવ્યું તો ઘણું ઘણું તો જીવનમાં, ધીરજને તો બેવફાઈ કરીને
ખોઈ જગમાં જીવનની તો મધુરતા, જવાબદારીને બેવફાઈ કરીને
કર્યું ખતમ તો જીવન તેં તારા હાથે, જીવનમાં બેવફાઈ કરી કરીને
બનાવી ના શક્યો મિત્રો જીવનમાં, મૈત્રીને બેવફાઈ કરી કરીને
સદ્વિચારને મૂકી ના શક્યો આચરણમાં, વિચારોને બેવફાઈ કરી કરીને
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)