ખુશામતખોરોથી તો ખુદા બચાવે, અહંના દ્વાર કરી દે છે એ તો ખુલ્લા
ખોટી પ્રશંસાના ફૂલોની સેજ બિછાવી, જીવનમાંથી થઈ જાય એ તો મોકળા
આવડત વિનાના અહંની ચેતના જગાવી, દે છે બનાવી એ તો બલિના રે બકરા
સાચા માર્ગમાંથી કરી દે છે ચલિત એવા, કરાવે ફૂલાવીને એમાં તો ફાળકા
જોયા ના જોયા કદી દિવસમાં સપના, કરી દે એ તો, દિવસમાં પણ સપના જોતા
નથી તો જેવા, ભુલાવી દે તો એ, નથી તો જેવા, કરાવી દે છે માનના એવા
સચ્ચાઈને રાખે દોઢ ગાઉ દૂર તમારાથી, પ્રશંસાના ફૂલોમાં કરી દે આળોટતા
દે બિનજવાબદાર બનાવી તો એવા, સમજદારી પર લગાવી દે એ તાળા
રચાવી દે શબ્દનું સ્વર્ગ તો એવું, જગમાં મળે ના ક્યાંય એ તો જોવા
વાસ્તવિક્તાને પ્રવેશવા ના દે પાસે, ધકેલી દે એ મીઠા ખ્વાબોની દુનિયામાં
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)