મેળવી લઈ જીવનમાં બધું, યકીન નથી હૈયાંમાં જેને, એ છોડવા તૈયાર નથી
દેશે આપી પ્રભુ એનાથી સારું, યકીન નથી હૈયાંમાં જેને, એ ત્યજવા તૈયાર નથી
આવડતમાં તો શંકા છે જેને, યકીન નથી હૈયાંમાં, એને એ કરવા તો કાંઈ તૈયાર નથી
પામવા નીકળ્યા તો જેને, યકીન નથી મળશે હૈયાંમાં એને, કોશિશો કરવા તૈયાર નથી
સુખની રાહ થાય પસાર દુઃખમાંથી, યકીન નથી હૈયાંમાં એને, દુઃખ સહન કરવા એ તૈયાર નથી
રહ્યાં શક્તિમાં ખૂટતાને ખૂટતા, યકીન નથી હૈયાંમાં એને, કાર્ય પૂરું કરવા એ તૈયાર નથી
વાતે વાતે રહ્યાં ડરતા જીવનમાં, યકીન નથી હૈયાંમાં એને, કાર્ય શરૂ કરવા એ તૈયાર નથી
વિશ્વાસ વિનાના હૈયાં તો જીવનમાં, યકીન નથી હૈયાંમાં એને, ભૂલો કબૂલ કરવા એ તૈયાર નથી
વાતોમાં ધર્મી બનવા નીકળ્યા, યકીન નથી હૈયાંમાં એને, આચરણમાં મૂકવા તૈયાર નથી
જ્ઞાન વિનાના મારે ગોથાં જીવનમાં, યકીન નથી હૈયાંમાં એને, સમજવા એ તો તૈયાર નથી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)