કરજે વિચાર જગમાં બધા, કરજે ના ચિંતા તું એની
જગમાં કરે છે, કરતો રહે છે, ઉપરવાળો ચિંતા તો સહુની
કરવું શું જાણે છે જે કરવા દેજે ચિંતા એને તો એની
પહોંચ નથી પંડને સંભાળવાની, કરશે ક્યાંથી ચિંતા સહુની
લાવ્યો ગઠડી કર્મોની બાંધી, જાણતો નથી છે શું અંદર એની
એક દિવસ જાશે ખૂલી, થાશે હાલત થઈ છે તો જેવી સહુની
સાધન વિનાનો તું, સાધનવાળા પ્રભુ, કરવા દે ચિંતા એને એની
રાખતા રહ્યાં છે સંભાળ જગની, રાખે છે સંભાળ સહુની
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)