Hymn No. 7943 | Date: 05-Apr-1999
|
|
Text Size |
 |
 |
1999-04-05
1999-04-05
1999-04-05
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=17930
લથડિયા ખાતો દારૂડિયો લડવા નીકળ્યો, અસ્થિર પગલે સ્થિરતા શોધવા નીકળ્યો
લથડિયા ખાતો દારૂડિયો લડવા નીકળ્યો, અસ્થિર પગલે સ્થિરતા શોધવા નીકળ્યો ધ્રુજતા હાથે સોય પરોવવા નીકળ્યો, ઠંડીમાં ધ્રુજતા બરફમાં આળોટવા નીકળ્યો વિરોધાભાસી માનવી જીવનમાં, એના મનનું પ્રદર્શન ને પ્રદર્શન કરવા નીકળ્યો વાતે વાતે વચકા ભરીને, જગના માનવને એ તો પ્રેમ કરવા તો નીકળ્યો લડવાનું હતું દુર્ગુણોની સામે, લડ નહીંતર લડનાર ગોતવા એ તો નીકળ્યો જલતી હતી નિરાશાની આગ હૈયાંમાં, જબાનમાં આગ વેરતોને વેરતો એ નીકળ્યો ડગલેને પગલે અસ્થિરતામાં પગલાં ભરી, જગને અસ્થિર ગણતો એ નીકળ્યો ડૂબ્યો નશામાં જ્યાં માનવી, અસ્થિર બની, જગને અસ્થિર જોતો એ નીકળ્યો એક જ નશામાં બન્યો લથડિયા ખાતો, અનેક નશામાં ડૂબેલો માનવી સ્થિરતા ગુમાવી બેઠો
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
lathadiya khato darudiyo ladava nikalyo, asthira pagale sthirata shodhava nikalyo
dhrujata haathe soya parovava nikalyo, thandimam dhrujata baraphamam alotava nikalyo
virodhabhasi manavi jivanamam, ena mananum pradarshana ne pradarshana karva nikalyo
vate vate vachaka bharine, jag na manav ne e to prem karva to nikalyo
ladavanum hatu durgunoni same, lada nahintara ladanara gotava e to nikalyo
jalati hati nirashani aag haiyammam, jabanamam aag veratone verato e nikalyo
dagalene pagale asthiratamam pagala bhari, jag ne asthira ganato e nikalyo
dubyo nashamam jya manavi, asthira bani, jag ne asthira joto e nikalyo
ek j nashamam banyo lathadiya khato, anek nashamam dubelo manavi sthirata gumavi betho
|
|