ખાઈ ખાઈ માર જીવનમાં રે પ્રભુ, સમજ્યા અમે તમે એક જ સાચા છો
છૂટયા સાથ જગમાં જ્યાં સહુના, સમજ્યા તમે એક જ સાથ દેનારા છો
લોભ, લાલચ, ઇર્ષ્યા ક્રોધની ચંડાળ ચોડકી રહી ભીંસતી, તમે તો છોડાવનાર છો
ઇચ્છાઓને રહ્યાં પોષતાને પોષતા, સમજ્યા ના, ના એનો આરો આવવાનો છે
નાઉમ્મીદ થયેલાઓનો તો પ્રભુ, જગમાં તમે તો એક જ સહારો છો
દુઃખદર્દમાં જગના દિલાસા ખોટા, તમારા સાથ તો એમાં એજ સાચા છે
હરેક આશામાં છુપાયેલી આન-શાન જીવનની, તમે તો એ જાળવનારા છો
માયાને માયાના મુખડા છે મોટા જીવનના, પુણ્યને તો એ ખાનારા
પડયા પાછળ સદા જે એની, ખાઈ માર, સમય એ ગુમાવવાના
રહેશે સદા અંતર પ્રભુથી એ વધારનારા, ના નજદેક પહોંચાડનારા છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)