ભૂલોના એકરાર કરીને જીવનમાં, ભૂલોને નહીં સુધારી શકાય
પુરુષાર્થના હથિયાર હેઠા મૂકીને, જીવનમાં જીવના દ્વારે નહીં પહોંચાય
શોધીશ ના કારણો ભૂલોના, ભૂલોનું પુનરાવર્તન એમાં તો થાય
જનમશે એમાં તો નિરાશા, શક્તિ હણતુંને હણતું એ તો જાય
વસ્યું દૃષ્ટિમાં જે ખોટું, એકરારથી કાંઈ એ સાચું નહીં થઈ જાય
શાંતિના દ્વાર ના ખૂલશે એમાં જીવનમાં, વસવસો હૈયાંમા વધી જાય
એકરાર છૂંદી નાખશે જો અહંને, દ્વાર પ્રગતિના એમાં ખૂલી જાય
એકરાર કરે હળવો ભાર હૈયાંનો, ભૂલોનું પુનરાવર્તન એમાં ઓછું થાય
કર્મોથી હારી હારીને આવ્યા જગમાં, કર્મોનું પૂનરાવર્તન તોયે ત્યાં થાય
હારની બાજી ફેરવવી છે જીતમાં જગમાં, પુરુષાર્થ એક જ એ તો કરી જાય
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)