શું જોયું ભાગ્યે એવું અમારામાં, હેરાન પરેશાન કરતું રહ્યું
મળી એવી કઈ કર્મની કડી એને, સજા એની તો એ દેતું રહ્યું
કરતા કર્મો, કર્મો ના સમજાયા, ભાગ્ય કર્મો તો સમજાવતું રહ્યું
જગના માલિક તમે, કર્મના માલિક બન્યા અમે, ફળ એનું મળતું ગયું
ભોગવવું હસતા કે રડતાં, હાથમાં તો એને ને એને રહેવા દીધું
છુપાઈ ગઈ વીરતા બધી હૈયાંમાં, હથિયાર ભાગ્યે એનું ઉગામ્યું
ખાતા ખાતા માર ભાગ્યનો, જીવન હાલકડોલક એમાં તો થયું
કોસતા ગયા જીવનભર ભાગ્યને, કર્મનું કારણ જ્યાં ના મળ્યું
કરી કર્તાએ કેવી કરામત, કર્મને તો ભાગ્યનું મહોરુ પહેરાવ્યું
ભાગ્યે દીધો પુરુષાર્થને ભુલાવી પુરુષાર્થને પાંગળું બનાવી દીધું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)