જીવનમાં તો ની રમત તો છે બહુ બૂરી, છે રમત તો એ બહુ મોટી
તો ની રમતે તો ઉતારી દીધા, કંઈકના તોર તો જીવનમાં, છે એ તો બૂરી
રહ્યાં જીવનમાં કાર્યો તો જે અધૂરા, મળશે જોવા તો ની રમતની મહેરબાની
જો આમ થયું હોત તો, જો તેમ થયું હોત તો, દે ત્યાંથી એ શરૂ કરી
જો આમ કર્યું હોત તો, જો તેમ કર્યું હોત તો, થાય વણઝાર એની ઊભી
થઈ જાય જ્યાં એ શરૂ, સ્વીકારવા ના દે હાર સરળતાથી, છે બહુ એ અટપટી
ખોટા ખયાલોના ખ્વાબો કરી દે ઊભા, દે વાસ્તવિક્તા એ તો ભુલાવી
ખોવાયેલી બાહોશીના વિચારોના ચક્કર કરી દે છે એ તો ઊભી
બની જાય તો તો જાણે અનંત પડશે કરવો સામનો એનો સમજી
તો સમજીને જાય જો છૂટી વાસ્તવિક્તાનો પ્રકાશ જાય ઝળહળી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)