પૂર્યા રંગો કુદરતમાં પ્રભુએ, કુદરતમાં તો એમાં બહાર આવી ગઈ
સર્જનહારે સર્જ્યા રંગો એવા, કરી ના શક્યો ના માનવ બરાબરી એની
રંગે રંગે દીધા સંદેશા માનવ જાતને, સંદેશા માનવને એમાં તો દીધા
કુદરતમાં ભરી રંગ તો લીલો, માનવના હૈયાં ઉમંગથી એમાં ભરી દીધા
પીળા રંગથી સૂચવ્યું, રોગની હાલત, ખૂટતા લોહી માનવ પીળા પડયા
લીલું પાંદડું બન્યું જ્યાં પીળું, ઝાડથી વિખૂટા પડવાના દિવસો આવ્યા
આકાશે ઓઢી ભૂરા રંગની ઓઢણી, વ્યાપક્તાના દર્શન એમાં તો કરાવ્યા
સર્જનહારે ઓઢયો જ્યાં રંગ કેસૂડો, શૂરવીરતા પ્રતીક એમાં એના કરાવ્યા
ઓઢી આકાશે ચાદર જ્યાં ભગવી, ત્યાગના જીવનને અણસાર એમાં આવ્યા
ઓઢી જ્યાં લાલ રંગની તો જ્યાં ચાદર, રૌદ્રરૂપના દર્શન તો એમાં કરાવ્યા
બની કંકુ, ધરી લાલ રંગ, રક્તે જીવન ચલાવ્યા, કંઈકના સુહાગ સુહાવ્યા
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)