હટયા નથી પડળો જ્યાં દૃષ્ટિ પરના, આંખો તારી એમાંથી શું જોશે, કેટલું જોશે
જગના નર્તન નચાવશે એમાં તો તને, સાચું જીવનમાં ક્યાંથી તો જાણી શકશે
દર્દના ભાર હશે તો જો તારા હૈયે, કેમ અને ક્યાં, ખાલી એને તો કરશે
કર્મની રમત રમી થાક્યા તો જીવનમાં, કોણ જાણે આરામ એમાં ક્યારે મળશે
વિતાવ્યું જીવન રહ્યાં ખાલી હાથ એમાં તારા, છે સમય બાકી, પુણ્યથી ક્યારે એને ભરશે
સંજોગોની સાઠમારીમાં, ઊઠયા સૂરો ક્યારે નિરાશાના, આશાના સંવાદી સૂરો ક્યારે નીકળશે
કર્યા ના સાફ આંગણાં તો જ્યાં હૈયાંના, પવિત્ર પગલાં પ્રભુના ક્યારે એમાં પડશે
દે કર્તાભાવ છોડી જીવનમાં તો કર્મોના, દ્વાર મુક્તિના તો તારા એમાં તો ખૂલશે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)