|
View Original |
|
હરેક સૂર્યની આસપાસ અનેક વર્તુળોમાં ફરી રહ્યું છે જગ એનું
હરેક કર્મની આસપાસ રહ્યું છે ફરતું તો ભાગ્ય માનવનું
હરેક તારા રહેશે ચમકતા, હશે જ્યાં સુધી એમાં શક્તિનું બિંદુ
હરેક વર્તુળને તો હોય છે, એનું ને એનું તો મધ્યબિંદુ
હરેકનો સંસાર તો રહે છે ચાલતો, છે હરેકને તો એનું મધ્યબિંદુ
હરેકના પ્રેમમાં તો છે છુપાયેલું, હરેકના ભાવનું મધ્યબિંદુ
હરેકનું વિશ્વ ફરી રહ્યું છે આસપાસ એની, છે ખુદ એનું મધ્યબિંદુ
હરેકનું જીવન ફરે છે આસપાસ, છે અહં તો એનું તો મધ્યબિંદુ
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)