Hymn No. 7981 | Date: 28-Apr-1999
|
|
Text Size |
 |
 |
સમજાય તો સમજજો, મારા હૈયાંની વાત, ઝીલ્યા ઘણા જીવનમાં પ્રપાત
Samjay To Samaj Jo, Mara Haiyyani Vaat, Jhilya Ghana Jivan Ma Prapat
મન, દિલ, ભાવ, વિચાર, યાદ
(Mind, Heart, Feelings, Thoughts, Remembrance)
સમજાય તો સમજજો, મારા હૈયાંની વાત, ઝીલ્યા ઘણા જીવનમાં પ્રપાત નાજુક છે હૈયું ને વળી નાજુક છે એની જાત, સહન કરતું રહ્યું એ કંઈક આઘાત મૂકે ના ચિંતા એ તો જીવનમાં, રહે કરતું ચિંતા એ તો દિન ને રાત પ્રેમ તો છે અંગ જીવનમાં એનું, રહે પાડતું એ તો નવી પ્રેમની ભાત વહે જ્યાં વિશુદ્ધ પ્રેમની ધારા એમાં, કરી દે જીવનમાં તો એ કંઈકને મહાન લે રૂસણું જ્યારે એ કોઈની સાથ, કરે ના ત્યારે એ કોઈ સાથે તો વાત ગમે ના ગમે એને જો કોઈ કામ, પાડે ત્યારે તો એના એ પ્રત્યાઘાત રહ્યું છે પ્રેમાળ એ તો ઝીલી ઝીલી, જીવનમાં તો એણે ઘણા ઝંઝાવાત ધબકતું રહ્યું છે એ તો સહુના તનમાં, છે એની તો એકની એક વાત જાગે પ્રેમ જ્યારે એમાં, થાય અપનાવવા તૈયાર, જુએ ના ભાત, જાત કે પાત
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
|
|