આંખમાં તો તારી તો છે એ ચમક તો શાની
નથી કોઈ દીપક તો આસપાસ તો તારી, તો છે એ ચમક તો શાની
પ્રગટાવ્યો છે દીપક શ્રદ્ધાનો હૈયાંમાં તો તારા, ચમકે છે શું એમાં આંખો તારી
અંધારા ભેદી જોઈ રહી છે શું આંખો તારી, જોયું જે ચમકે છે શું એમાં આંખો તારી
નથી કોઈ દાવાનળ, નથી કોઈ ચિનગારી, ઝળકે છે ને ચમકે છે શાંત એમાં આંખો તારી
કયા પ્રેમની ચમકી ગઈ એમાં ચીનગારી, જ્યોત બનીને ચમકે છે એમાં આંખો તારી
જાળવજે એ જ્યોતને આંખોમાં તારી, ચમકતી રાખજે એમાં તો આંખોને તારી
નથી દઝાડતી કોઈ ગરમી તો એમાં, તારાની જેમ ચમકે છે શાને આંખો તારી
કોઈ યાદોનો બનીને દીપક જાગ્યો શું હૈયાંમાં, આવીને ચમકી ગઈ એમાં આંખો તારી
છુપાવી હતી એને શું હૈયાંમાં, બનીને દીપક ચમકી રહી છે એમાં આંખો તો તારી
તારા પથ પર તો પાથરશે એ અજવાળું ચમક બનીને ચમકશે જ્યાં આંખો તારી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)