આશાઓ રાખી રહ્યાં છીએ તમારા પર પ્રભુ, ના પાણીમાં બેસી જાજો
કરો પૂરી કે ના પૂરી આશાઓ પ્રભુ, ના દૂર અમારાથી તમે ચાલ્યા જાજો
વસજો હૈયાંમાં એવા ક્ષણમાં અહીં, ક્ષણમાં ક્યાંય, આદત તમારી આ ભૂલી જાજો
જનમ જનમનો છે નાતો આપણો, ના નાતો તમે આ તો વીસરી જાજો
તમારે તો છે એનેક બાળકો પ્રભુ, ના આ બાળને તમે તો ભૂલી જાજો
પ્રેમ વરસાવતી જોવાને એ આંખો તમારી, તલસે છે હૈયું ના એ વીસરી જાજો
હરેક વાત હૈયાંની કરતા રહ્યાં છીએ તમને, ના વાત અમારી આ ભૂલી જાજો
આશા રાખી નથી અસ્થાને તો અમે, અમારી આશા ના તમે વીસરી જાજો
અમારા દિલની વાત કરી દીધી તમને પ્રભુ, ના એને તમે તો ભૂલી જાજો
છો તમે તો એક જ એવા આશ પૂરનારા, ના પાણીમાં તમે બેસી જાજો
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)