ઓળખ જીવનમાં તારી પૂરી મેળવી લે, પ્રભુને ઓળખ તારી શું આપીશ
કહીશ કે છે તું બાળ એનો, છે અનેક બાળ એના, ઓળખ તારી શું આપીશ
છે પુત્ર તું એનો, બની માનવબાળ એનો આવ્યો, ઓળખ અધૂરી શું તું આપીશ
કર્મો ને કર્મો તારાં, છે ઓળખ તારી સાચી, ક્યાં કર્મોની ઓળખ તારી તું આપીશ
થયો ના વિચલિત તું તન કે મનથી, શું ઓળખ તારી આવી આપી શકીશ
સમજી લેજે ચાલશે ના જૂઠું તારું ત્યાં, કયા કાર્યની તો તેની ઓળખ આપી શકીશ
વિતાવ્યું દુઃખભર્યું જીવન, કયા દુઃખે રહ્યો દુઃખી, ઓળખ એવી તારી આપી શકીશ
બાંધ્યાં વેર કેટલાં, કર્યાં હેરાન કેટલાને, ઓળખ તારી શું તું આવી આપીશ
દંભ ને દંભમાં રાચ્યો તો જીવનભર, દંભ વિનાની ઓળખ તારી શું તું આપી શકીશ
ખુલ્લો થયો તું કેટલો, છુપાવ્યું હૈયામાં કેટલું, ઓળખ આવી શું તું આપીશ
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)