પારસની સંગે કથીર સોનું બની જાય, પારસ બનવા પારસ બનવું પડે
ચીકણી ધરતીમાં પાણી જ્યાં પડી જાય, ચીકણી ધરતી લપસણી બની જાય
જ્ઞાની સંગે કાંઈ જ્ઞાની ના બની જવાય, બનવા જ્ઞાની અભ્યાસ કરવો પડે
હોશિયારની સંગે થોડી હોશિયારી આવી જાય, બનવા હોશિયાર આવડત કેળવવી પડે
લુચ્ચાની સંગે છાપ લુચ્ચાની મળી જાય, બનવા લુચ્ચું લુચ્ચાઈ શીખવી પડે
ચોરની સંગે છાપ ચોરની તો મળી જાય, બનવા ચોર ચોરી શીખવી પડે
દુઃખી સંગે રહી દુઃખી બની જવાય, દુઃખી બનવી દુઃખી બનવું પડે
પ્રેમી સંગે રહી પ્રેમરસ જરૂર પીવાય, પ્રેમી બનવા તો પ્રેમી બનવું પડે
આળસુની સંગે આળસુની છાપ મળી જાય, આળસુ બનવા આળસુ બનવું પડે
પ્રભુ પાસે બેસતાં પ્રેરણા પ્રભુની મળી જાય, પ્રભુ બનવા તો પ્રભુ બનવું પડે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)