Hymn No. 8516 | Date: 05-Apr-2000
|
|
Text Size |
 |
 |
તું તો ના બોલે, ના બોલે રે, ના બોલે રે
Tu To Na Bole, Na Bole Re, Na Bole Re
પ્રેમ, ભક્તિ, શિસ્ત, શાંતિ (Love, Worship, Discipline, Peace)
2000-04-05
2000-04-05
2000-04-05
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=18003
તું તો ના બોલે, ના બોલે રે, ના બોલે રે
તું તો ના બોલે, ના બોલે રે, ના બોલે રે મૌન તારું ના તોડે રે, તું તો ના બોલે, ના બોલે રે વહાવીએ ભલે આંસુઓ ઘણાં, કરીએ કાકલૂદી ઘણી તને રે કહીએ અમે તને ઘણું ઘણું, ઘુણાવે ના કદી ડોકું તારું રે તોડે ના મૌન તું તારું રે, પડે ધ્રાસકો દિલમાં અમારા રે જોય ભલે આંસુઓ તું અમારાં, દેખાડે ના આંસુઓ તારાં રે હોય વાણી કદી દર્દભરી, હોય કદી ભલે રોષ ભરી રે ભરી આશાઓ બેસીએ સામે તારી, આશા પર પાણી ફેરવે રે કહીએ તને જગનું કારણ, કારણ મૌનનું ના જણાવે રે તારાં મુખ પરનું હાસ્ય જોવા, હૈયું અમારું તલસે રે બન્યા ધન્ય જીવનમાં ભક્ત એ, મૌન તારું જેણે તોડાવ્યું રે
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
tu to na bole, na bole re, na bole re
mauna taaru na tode re, tu to na bole, na bole re
vahavie bhale ansuo ghanam, karie kakaludi ghani taane re
kahie ame taane ghanu ghanum, ghunave na kadi doku taaru re
tode na mauna tu taaru re, paade dhrasako dil maa amara re
joya bhale ansuo tu amaram, dekhade na ansuo taara re
hoy vani kadi dardabhari, hoy kadi bhale rosha bhari re
bhari ashao besie same tari, aash paar pani pherave re
kahie taane jaganum karana, karana maunanum na janave re
taara mukh paranum hasya jova, haiyu amarum talase re
banya dhanya jivanamam bhakt e, mauna taaru jene todavyum re
|