લટકે મૂળ જેના હવામાં, મજબૂતાઈ રહેશે એમાં કેટલી
વળગી વળગી વધી શકે જીવનમાં, બનશે બનશે ઊતેડવી
છે એક આંખમાં રોષ, બીજી આંખમાં ઇર્ષ્યા, રહેવું દૂર સહેલું નથી
સમજવાની નથી તૈયારી, સમજાવવું એને તો સહેલું નથી
પ્રેમ વિના છે હૈયાં જેનાં, ક્રોધ એના પર થઈ શકતો નથી
નિર્મળતાનાં તેજ છે મુખ પર જેના, રોષ એના પર વરસાવી શકતો નથી
પ્રભુપ્રેમમાં પાગલ બન્યા, ગાંડામાં ગણતરી એની થાતી નથી
છે લોભ પ્રભુદર્શનનો ભારોભાર હૈયે, લોભી એ તો ગણાતા નથી
અસંખ્ય માનવવસ્તીમાંથી, માનવ સાચો ઝલ્દી મળતો નથી
વાસ્તવિકતામાં મૂળિયાં જેનાં નખાયાં નથી, મજબૂત એ રહેવાનાં નથી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)