ડર ના લાગે જીવનમાં જીવનનો, જીવનને હુલામણું નામ દઈ દીધું
સંઘર્ષ વિના વીતે ના પળો જીવનમાં, સંઘર્ષને હુલામણું નામ દઈ દીધું
મળ્યું ના જીવનમાં જે જે, જીવનમાં ભાગ્યનું હુલામણું નામ દઈ દીધું
કામવાસના જીરવી ના શક્યા જીવનમાં, પ્રેમનું હુલામણું નામ દઈ દીધું
પંપાળ્યા જીવનભર તો દોષોને, દોષોને વૃત્તિનું હુલામણું નામ દઈ દીધું
હતી ના શક્તિ સામનો કરવાની, અહિંસાનું હુલામણું નામ દઈ દીધું
જલતા અગ્નિને ક્રોધના કરી ના શક્યા શાંત, સંયમનું હુલામણું નામ દઈ દીધું
બંધ આંખે જોવાં હતાં મનગમતાં દૃશ્યો, ધ્યાનનું હુલામણું નામ દઈ દીધું
તૂટવું ના હતું જીવનમાં નિરાશામાં, આશાનું હુલામણું નામ દઈ દીધું
તૂટી ના પડીએ જીવનમાં આશામાં, ધીરજનું હુલામણું નામ દઈ દીધું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)