2000-04-12
2000-04-12
2000-04-12
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=18017
ચૂક્યા છીએ રસ્તા જીવનના શું જીવનમાં, મેળાપ પ્રભુના હજી થયા નથી

દુઃખદર્દ જીવનમાંથી હટયાં નથી, જીવન જીવવાની ચાવી હજી મળી નથી
ધર્યાં ધ્યાન જીવનમાં બેધ્યાન બનીને, ફળ ધ્યાનનાં હજી તો મળ્યાં નથી
દાવા દોસ્તીના હજી કરી શકતા નથી, મૂળ દોસ્તીનાં હજી ઊંડાં ઊતર્યાં નથી
સંબંધો દૃઢ તો હજી બન્યા નથી, વ્યાખ્યા પ્રેમની તો સાચી સમજ્યા નથી
હૈયામાંથી મૂંઝારા હજી હટયાં નથી, સમજદારીનાં દ્વાર હજી ખૂલ્યાં નથી
શોખ નથી પ્રભુને તમને દુઃખી કરવામાં, કર્મો જીવનમાં હજી હટયાં નથી
ઉજાગરાની ગઈ છે પડી આદત, હૈયામાંથી ચિંતાઓ હજી હટાવી નથી
માનવમાંથી રહ્યા દાનવ બનતા, દેવ થવાની તૈયારી તો કરી નથી
જીવનમાં પ્રભુના તો બન્યા નથી, પ્રભુને પોતાના જ્યાં ગણ્યા નથી
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
cūkyā chīē rastā jīvananā śuṁ jīvanamāṁ, mēlāpa prabhunā hajī thayā nathī
duḥkhadarda jīvanamāṁthī haṭayāṁ nathī, jīvana jīvavānī cāvī hajī malī nathī
dharyāṁ dhyāna jīvanamāṁ bēdhyāna banīnē, phala dhyānanāṁ hajī tō malyāṁ nathī
dāvā dōstīnā hajī karī śakatā nathī, mūla dōstīnāṁ hajī ūṁḍāṁ ūtaryāṁ nathī
saṁbaṁdhō dr̥ḍha tō hajī banyā nathī, vyākhyā prēmanī tō sācī samajyā nathī
haiyāmāṁthī mūṁjhārā hajī haṭayāṁ nathī, samajadārīnāṁ dvāra hajī khūlyāṁ nathī
śōkha nathī prabhunē tamanē duḥkhī karavāmāṁ, karmō jīvanamāṁ hajī haṭayāṁ nathī
ujāgarānī gaī chē paḍī ādata, haiyāmāṁthī ciṁtāō hajī haṭāvī nathī
mānavamāṁthī rahyā dānava banatā, dēva thavānī taiyārī tō karī nathī
jīvanamāṁ prabhunā tō banyā nathī, prabhunē pōtānā jyāṁ gaṇyā nathī
|
|