Hymn No. 8533 | Date: 15-Apr-2000
|
|
Text Size |
 |
 |
2000-04-15
2000-04-15
2000-04-15
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=18020
મોતને હસતા મુખે કોઈ આવકારતું નથી, મોતના દ્વારે તો સહુ પહોંચે છે
મોતને હસતા મુખે કોઈ આવકારતું નથી, મોતના દ્વારે તો સહુ પહોંચે છે આવ્યા જગમાં જે જે, એક દિવસ મોતના દ્વારે તો પહોંચવાના છે આ નિયમમાંથી બાકાત કોઈ નથી, સહુ મોતના દ્વારે પહોંચવાના છે જગના ઘાટે તો જે જે આવ્યા, મોતના દ્વારે તો પહોંચવાના છે મળ્યું તનડું તો જગ કાજે, મોતના દ્વારે પહોંચતાં તન છોડવાના છે રાખી કાળજી સહુએ તનડાની, વસવાટ એમાં તો જ્યાં કરવાના છે શ્વાસે શ્વાસ સાથે બાંધ્યા સંબંધો, એક દિવસ શ્વાસ કામ ના લાગવાના છે કર્યાં યત્નો તનડાને ટકાવવા, યત્નો એક દિવસ નિષ્ફળ તો જવાના છે રહી રહી જગમાં સહુ તનડામાં, સુખદુઃખ એના તો અનુભવવાના છે જે શક્તિએ ચલાવ્યું તનડું, એ જ શક્તિ દિલડા ને મનડા ચલાવવાના છે
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
motane hasta mukhe koi avakaratum nathi, motana dvare to sahu pahonche che
aavya jag maa je je, ek divas motana dvare to pahonchavana che
a niyamamanthi bakata koi nathi, sahu motana dvare pahonchavana che
jag na ghate to je je avya, motana dvare to pahonchavana che
malyu tanadum to jaag kaje, motana dvare pahonchatam tana chhodavana che
rakhi kalaji sahue tanadani, vasavata ema to jya karavana che
shvase shvas saathe bandhya sambandho, ek divas shvas kaam na lagavana che
karya yatno tanadane takavava, yatno ek divas nishphal to javana che
rahi rahi jag maa sahu tanadamam, sukh dukh ena to anubhavavana che
je shaktie chalavyum tanadum, e j shakti dilada ne manada chalavavana che
|
|