કાળજાના ઘા કાળજાને લાગ્યા, ઓ તનડા નૂર તારાં એમાં શાને ઝંખવાયાં
વાસ છે ભલે એ તો તારામાં, બતાવ દાખલા તારા, એના કહ્યામાં રહ્યા ના
કાચી માટીમાં પૂર્યા છે દિલડા, છુપાયેલા દિલડાના સ્થાન તો ના મળ્યા
સંગ સંગ રહ્યા બંને જીવનભર, જીવન જગમાં તો એમને એમાં વિતાવ્યા
ભાવેભાવમાં રહ્યા તણાતા દિલડા, નાચ જીવનમાં એમાં તો શાને રે નાચ્યા
જાગે ઝંખના દિલડાને બધે ફરવાની, શાને તારે એમાં તો ટાંટિયા તોડવાના
દિલડું બાંધે પ્રીત દિલડા સાથે, ઊંચાનીચા તને એમાં તો કરવાના
છે પ્રીત ભલે તને તારા દિલડા સાથે, કર યત્નો પૂરા, એને સમજાવવાના
વાતે વાતે રૂઠશે જો દિલડા, વારે ઘડીએ અસર એ તો શું ઝીલવાના
છે સંબંધો જીવનમાં ભલે ઊંડા, અસર તો એની તારા પર પડવા દેવાના
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)