માન દેવામાં અન્યને, ઘટશે ના માન જીવનમાં તો કોઈનું
અપમાન કરવામાં તો અન્યનું, થાશે અપમાન એમાં તો ખુદનું
સેવ્યાં છે સહુએ સપનાં સુખનાં, જોવું છે સપનું કોણે દુઃખનું
જોયું ના ઈશ્વરનું મુખડું અન્યમાં, દેખાડે મુખડું ખુદમાં ઈશ્વરનું
હરેક વાતમાં અહં ઊછળ્યા, દ્વાર ખુશાલીનું બંધ એમાં થયું
મન બન્યું ના નિર્મળ, સેવશો ના સ્વપ્ન એને સંગી બનાવવાનું
ધારી ના લેશો અશક્ય પ્રભુમિલનને, જોઈશે જોમ એમાં શ્રદ્ધાનું
હર અવસ્થા પર છે નજર પ્રભુની, છે મુશ્કેલ નજર ચૂકવવાનું
હરેક મનમાં બદલાશે વિચાર જ્યાં, બદલાશે રૂપ પ્રભુનું
કર માયાનો તું નાશ, કરી શકશે દર્શન તો એમાં પ્રભુનું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)