ભગ્ન સપનાંના ભાર ઊંચકી જીવું છું
ક્ષણ બે ક્ષણની મીઠી યાદ, કરી યાદ હસું છું
મળ્યું ના જીવનમાં જે, મેળવવા કિસ્મત સામે લડું છું
છું કિસ્મતના હાથનું રમકડું, ના મંજૂર એ કરું છું
જીવન ભલે છે એક નાટક, સમજી-વિચારીને ભજું છું
બન્યું સૂકી રેતી જેવું જીવન, આંસુઓથી એને ભીંજવું છું
બને જીવન સુંદર ચાહું છું, ઝીલી આંસુ, એને પીવું છું
પીને પ્રેમનું શરબત મીઠું, જીવનમાં બહાર લાવું છું
ના મીઠા સંબંધોને જીવનની તાણમાં તણાવા દઉં છું
નડતા અહંનો કરીને ચૂરો, ફાકી બનાવી પી જાઉં છું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)