નાજુક છે મનડા ને નાજુક છે હૈયાં, ઝીલી રહ્યાં છે ઘા બંને સંસારના
મુખાકૃતિ તો છે દર્પણ જગમાં બંનેના, કરે વ્યક્ત હર્ષ કે વ્યથા એ બંનેના
વૃત્તિએ વૃત્તિએ વિચારો બદલાયા, પ્રદર્શન મુખ પર તો એનાં પથરાતાં
તણાયે મનડું કે તણાયે હૈયું, તાણ મુખ પર એની તો એ ચીતરવાના
સંઘરી સંઘરી વેદના હૈયાએ ને મનડાએ અંદર, એક દિવસ મુખ પર અંકિત કરવાના
રમે રાસ કિસ્મત બંને સાથે, મુખ પરના ભાવો તો એમાં બદલવાના
મૂંગું છે હૈયું ને મૂંગું છે મનડું, મુખ પર ભાવો લાવી એ તો બોલવાના
ઊતારી નથી શકતા મનડાં ને હૈયાં ભાવો, મુખ પર પ્રદર્શન એના એ કરવાના
રહી નથી શકતા જીવનમાં એકબીજા વિના, એકબીજા વિના નથી રહી શકવાના
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)