સુખદુઃખ સંગે જીવનભર રમત રમ્યા, ના સહન કરી શક્યા, ના છોડી શક્યા
માંડી રમત મારા-તારાની તો જીવનમાં, ના સહન કરી શક્યા, ના છોડી શક્યા
ક્રોધ ઈર્ષ્યાની સંગે જીવનભર રમત રમ્યા, ના સહન કરી શક્યા, ના છોડી શક્યા
લોભ-લાલચની સંતાકૂકડી જીવનભર રમ્યા, ના સહન કરી શક્યા, ના છોડી શક્યા
માન-અપમાનની જીવનભર રમત રમ્યા, ના સહન કરી શક્યા, ના છોડી શક્યા
અહં ને જીદની રમત માંડી જીવનભર જીવનમાં, ના સહન કરી શક્યા, ના છોડી શક્યા
રમત રમ્યા ક્રોધની જીવનમાં, ના કાબૂમાં રાખ્યા, ના સહન કરી શક્યા, ના છોડી શક્યા
કર્મોની રમત માંડી જીવનમાં, ના સરખી રમ્યા, ના સહન કરી શક્યા, ના છોડી શક્યા
પોતાનાં કરેલાં જીવનમાં પોતાને નડયાં, ના સહન કરી શક્યા, ના છોડી શક્યા
કરવા ગયા છેડતી, થઈ એમાં બેઇજ્જતી, ના સહન કરી શક્યા, ના છોડી શક્યા
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)