મનડામાં રહેજો તમે સદાય, હૈયામાં રાખજો સદા તમારો વાસ
જિહ્વામાં વસીને રે પ્રભુ, કરજો પૂરણ અમારાં બધાં રે કામ
તારા નામ વિનાના શ્વાસ શા કામના, નામ વિના છૂટે ના શ્વાસ
હર શ્વાસમાં વસશો તમે રે પ્રભુ, વધતો જાશે હૈયે તો વિશ્વાસ
કરવું છે મિલન આપણું, કરતો રહીશ સદા તમને પ્રણામ
રહ્યા છીએ ખેડતા ને ખેડતા, જનમોજનમના તો રે પ્રવાસ
કરી શક્યા નથી પાર માયાને, રહી ગઈ છે એમાં રે કચાશ
છે વિકટ કાર્ય કેવું, ટળવળિએ, મિલન કાજે, છો તમે આસપાસ
પડતું નથી ચેન અમને મિલન વિના, રહે છે દિલ એમાં ઉદાસ
છો તમે તો નાથ અમારા, રાખો ચરણમાં તમારા બનાવીને દાસ
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)