નગ્નતાનું ગમતું નથી કરવું પ્રદર્શન, જગમાં સહુ નગ્ન બની નાચે છે
ઢાંકી રાખી સ્વાર્થને જીવનમાં, સ્વાર્થનું નગ્ન પ્રદર્શન તો કરે છે
ખોયો સંયમ જ્યાં પ્રેમમાં, પ્રેમનું નગ્ન પ્રદર્શન જગમાં સહુ કરે છે
અસત્ય જગમાં સહુને ગમતું નથી, અસત્યનું નગ્ન પ્રદર્શન કરે છે
સહાનુભૂતિ મેળવવા જીવનમાં, દુઃખદર્દનું નગ્ન પ્રદર્શન કરે છે
છુપાવવા ડરનું નગ્ન પ્રદર્શન, બહાદુરીનું નગ્ન પ્રદર્શન કરે છે
છુપાવી કંઈક નગ્નતાઓ જીવનમાં, નગ્નતાનું સપનામાં દર્શન કરે છે
મેળવવા છાપ ભક્તની જીવનમાં, ભક્તિનું નગ્ન પ્રદર્શન કરે છે
રાખી અંતરમાં વેર, પૂછે ખબર હસતા, પ્રદર્શન સંબંધોના કરે છે
હોય અંતર ભાવોથી ખાલી, ભાવોનું નગ્ન પ્રદર્શન કરે છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)